mynewsforall
| Forum role | Member since | Last activity | Topics created | Replies created |
|---|---|---|---|---|
| Member | May 25, 2009 (17 years) |
- | 2 | 1 |
- Forum role
- Member
- Member since
May 25, 2009 (17 years)
- Last activity
- -
- Topics created
- 2
- Replies created
- 1
Bio
હું ખુબ આળશુ છુ,મને નવરાશ માથી ફુરસદ મળે ત્યારે હું કામ કરું છું ,મારો મુડ હોય તો તમારા માટે મરી પણ જાવ,પણ મુડ ના હોય તો..તમને કોઈ મારતુ હોય તો છોડાવા પણ ના આવુ, મારું ક્યારે કાઈ ઠેકાણુ નઈ ૨૦/૨૦ ક્રિકેટ જેવુ મારું કામ ક્યારે પલટી મારુ કોઈ ને ખબર ના પડે. હું તો તેવા દિવસની રાહ જોવું છું કે કોઈ મોટી લોટરી લાગે ને આખી જિંદગી નિકળી જાય , દરોજ્જ કામ ધંધે જવાની ચિંતા નહી.. શાંતિ થી ઉઠવાનું ખાવાનું-પીવાનું (ઠંડું પાણી કે કોલ્ડ્રીંક્સ, પાછું પેલું બધું ન સમજતા…) ફરી સુઈ જવાનું..મઝાની લાઈફ..
બીજી એક વાત કહું તો કોઈનું ભલું થતું હોય તો જૂઠ્ઠું બોલવાની મને મઝા આવે છે. મોટા ભાગે કોઈની વાતમાં હું પડતો નથી ને મારી વાતમાં કોઈ પડે તે મને ગમતું નથી. હું મારા બધા નિર્ણય જાતે જ લવ છું મને જે યોગ્ય લાગે તેજ હું કરું છું, તેનો અર્થ તે નથી કે હું જિદ્દી છું પણ કેટલાય સમયે અન્ય લોકોની લાગણી ને ધ્યાનમાં રાખી મને ન ગમતા નિર્ણય પણ કરી દવ છું.
હું કોઈનું કામ કરું તો ક્યારે પણ જે તે વ્યક્તિને તે અંગે અહેસાસ કરાવતો નથી અને કોઈ મારું કશું કામ કરે તો હું ઉપકાર કદી ભૂલતો પણ નથી, પણ કોઈ કશું કામ કરી શંભળાવી જાય તે મને બિલકુલ પસંદ નથી. બીજાને મદદરૂપ થવામાં મને આનંદ મળે છે, હા પણ આર્થિક રીતે નહી કારણકે, ગણપતિ જોડે ગાડીની આશા રાખવી હંમેશા ઠગારી જ નિવળે..!